• 0
  • No Items available
x

Africa-Pravasna Sansmarano (આફ્રિકા-પ્રવાસનાં સંસ્મરણો)


Categories: Essays , Travel
Book Type: epub
Book Size: 594.84 KB | ISBN(13): 3000000000001
Download Sample Preview Book From Mobile


હૃદય કકળી ઊઠે કે શું ધર્મ અને અંધશ્રદ્ધાનો આટલો અને આવો દુરુપયોગ પણ થઈ શકે છે? હા, થાય છે. આવા લોકો પણ પૂજાય છે. ભલે થોડો સમય તો થોડો સમય પણ પૂજાય છે. મને લાગે છે કે આ બધાનું મૂળ શાપ અને આશીર્વાદની સતત સંભળાવવામાં આવતી કથાઓ છે. તેનાથી લોકોને કેવી રીતે દૂર રાખી શકાય, એ પ્રશ્ન મહત્ત્વનો છે. મેં મારી શક્તિ પ્રમાણે પ્રયત્ન કર્યો છે, કાંઈક પરિણામ પણ મળ્યાં છે, પણ એ તો રાઈ બરાબર. આ બધાથી ત્રાસીને તદ્દન નાસ્તિક થઈ જનારા લોકો પણ આ રીતે નહિ તો બીજી રીતે આવા અનર્થો કરતા હોય છે. પાળ તોડીને મનમુખી વર્તન કરવા તરફ વળી જવાથી એક અનર્થમાંથી તો છૂટે છે પણ તેનાથી મોટા મોટા અનર્થો સામૂહિકરૂપમાં પ્રાપ્ત કરી બેસે છે. મારો પ્રયત્ન બન્ને છેડાઓથી મુક્ત કરાવીને તેમને સાચી શ્રદ્ધામાં સ્થિર કરવાનો રહ્યો છે.


Hand-picked Items Recommended by Us