• 0
  • No Items available
x

Gandhi - Ek Anokhu Netrutva (ગાંધી - એક અનોખું નેતૃત્વ)


Publisher: Navajivan Trust
Categories: Politics , Inspirational , Essays
Book Type: epub
Book Size: 3416.28 KB | ISBN(13): 9788172298777


ગાંધીજીના જીવનનો પરિચય આપતાં પુસ્તકો તો અપરંપાર લખાયાં છે, પણ એમના નેતૃત્વે જીવનના જુદાજુદા તબક્કે કેવા ચમત્કારો સર્જ્યા તેનો વૈજ્ઞાનિક અભ્યાસ બહુ ઓછા લેખકોએ કર્યો છે. ગાંધીજીવનની અમુક પ્રવૃત્તિઓ વિશે પણ લખાણો થયાં છે, પણ એમના નેતૃત્વગુણની અખંડ પૃથક્કરણાત્મક તપાસ થવાની બાકી હતી. ગાંધીજીવન તો જગતભરના અભ્યાસીઓનો પ્રિય વિષય રહ્યો છે, પણ ગાંધીજીના વ્યક્તિત્વના નેતૃત્વપાસાની જ નોખી મીમાંસા બહુ ઓછા અભ્યાસીઓને આકર્ષી શકી હતી. ગાંધીજીવન અને વિચારના એક પ્રખર અભ્યાસી શ્રી પાસ્કલ એલન નાઝરેથ અનેક કામગીરીઓ અર્થે દેશવિદેશમાં ઘૂમ્યા છે, સમાન રસના અનેક અભ્યાસીઓ સાથે વિમર્શનો લાભ એમને મળ્યો છે. ગાંધીજીવનના પરિશીલનના ફળરૂપે ગાંધીઝ આઉટસ્ટૅન્ડીંગ લીડરશીપ નામે જે પુસ્તક એમણે લખ્યું એ અભ્યાસજગતમાં જાણીતું થયું, ચર્ચાયું પણ ખરું, એ ગાંધીવિચાર વિશેનું મહત્ત્વનું પ્રદાન ગણાયું. માનવજાતની તવારીખમાં જે મહાન મોવડીઓએ નેતૃત્વ પૂરાં પાડ્યાં છે તેમાં સંઘર્ષના કાળમાં જે વિધાયક નેતૃત્વ ગાંધીજી પાસેથી આવડી મોટી પ્રજાને મળ્યું એ ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. ગાંધીજીવનના આ વિશિષ્ટ પાસા પરનો એક સંગીન અભ્યાસ શ્રી નાઝરેથ તરફથી મળ્યો હતો એ હવે ગાંધી - એક અનોખું નેતૃત્વ દ્વારા ગુજરાતી અભ્યાસી વાચકો માટે પણ સુલભ બને છે.


Hand-picked Items Recommended by Us